નૈરોબીઃ દક્ષિણ આફ્રિકાના પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાએ દેશના નાણાપ્રધાન પ્રવીણ ગોરધન સહિત નવ કેબિનેટ મિનિસ્ટર્સને અડધી રાત્રે દૂર કર્યા પછી S&P ગ્લોબલ દ્વારા ક્રેડિટ રેટિંગમાં કાપ મૂક્યો છે. ઝૂમાએ રોકાણકારોનો આ ભય દૂર કરવા જાહેરાત કરી છે કે દક્ષિણ આફ્રિકાની નાણાકીય નીતિમાં કોઈ નથી. તેમણે કહ્યું હતું કે દેશ રોકાણકારો માટે શ્રેષ્ઠ સ્થળ હોવાની હૈયાધારણ આપવા નવા ટ્રેઝરી વડા માલુસી ગિગાબા રોકાણકારોના સંપર્કમાં રહેશે.