કેપ ટાઉનઃ યુકે અને અન્ય દેશોએ દક્ષિણ આફ્રિકા લાદેલા પ્રવાસ પ્રતિબંધને લીધે તેનો પ્રવાસન ઉદ્યોગ ફરી મુશ્કેલીમાં મૂકાયો હતો. દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂકનારા દેશોની યાદીમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ જોડાયા છે. જોકે, ટ્રાવેલ પ્રતિબંધો લાદવા સામે WHOએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે નવા સ્ટ્રેનની અસરોને સમજતા હજુ અઠવાડિયા લાગશે.
દક્ષિણ આફ્રિકાના જીડીપીમાં ત્રણ ટકા હિસ્સો પ્રવાસન ઉદ્યોગનો છે અને ખાસ કરીને બધું થાળે પડી રહ્યું છે ત્યારે આ પ્રતિબંધ મોટી સમસ્યા બન્યો છે. કેપ ટાઉનના મેયર જીઓર્ડિન હિલ – લુઈસે જણાવ્યું કે આ ખરેખર ખૂબ ખરાબ સમાચાર છે.
નાની હોટલોના અને BnB માલિકોએ જણાવ્યું કે આ વાત કેપ ટાઉન માટે ખૂબ મહત્ત્વની છે. હજારો પરિવારો ટુરિઝમ ઉદ્યોગ પર આધારિત છે. પહેલી વખત આખા ડિસેમ્બર મહિના માટે બુકિંગ થયું હતું અને હવે બધાનું બુકિંગ કેન્સલ થઈ ગયું છે.