જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગના લેનાસિયામાં ૩૩મી વખત ગાંધીવોક આયોજિત કરાઈ હતી. આ વોકના ઈતિહાસમાં પહેલીવાર સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ભાગ લીધો હતો. આ વોકમાં ૫૦૦૦ લોકો સામેલ થયા હતા જેમાં અનેક દેશોના રનર, તમામ ઉંમરના નાગરિકો અને દિવ્યાંગો પણ સામેલ હતા. વોકની થીમ ગો ગ્રીન રખાઈ હતી. આ વોક ૬ અને ૧૨ કિમી વર્ગમાં રખાઈ જેમાં હેલ્થ ચેકઅપ પણ કરાયું હતું. આ વોકની શરૂઆત ૩૩ વર્ષ અગાઉ લેનાસિયામાં ગાંધી હોલના નિર્માણ માટે ફંડ એકત્રિત કરવા કરાઈ હતી. અમુક વર્ષ અગાઉ હોલ બનીને તૈયાર થઈ ગયો છે.
રામાફોસા ખુશ
રાષ્ટ્રપતિ રામાફોસાએ ગાંધીજીના વેશમાં પાસે હર્ષવર્ધન પીતાંબર તરફ ઈશારો કરતા કહ્યું મહાત્મા ગાંધી સાથે ઊભા રહીને શાનદાર અનુભૂતિ થઈ રહી છે. ભારતના દ. આફ્રિકાના હાઇ કમિશનર રુચિરા કમ્બોઝ, અમેરિકી સિવિલ રાઈટ એક્ટિવિસ્ટ રેવટેન્ડ જેસ જેક્સન સામેલ થયા હતા.
ભારતીયોને લેનાસિયા મોકલતી વખતે જોહાનિસબર્ગનો ગાંધી હોલ તોડ્યો હતો. તેમાં ગાંધીજી બેઠકો યોજીને લોકોને ભેદભાવ કરનારા કાયદા વિરુદ્ધ લડવા માટે પ્રેરિત કરતા હતા. તે હોલને અંગ્રેજોએ ભારતીયોને ત્યાંથી બળજબરીપૂર્વક લેનાસિયા મોકલતી વખતે તોડી નાખ્યો હતો.