જુબાઃ બહર – અલ – ઘઝલના અવેઈલ શહેરમાં આ વર્ષે મેલેરિયાનો ભોગ બનેલા લગભગ ૪,૦૦૦થી વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યારે ૨૫,૦૦૦ બાળકોને આઉટપેશન્ટ તરીકે સારવાર અપાઈ હતી.
મેડિકલ ચેરિટી ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા જણાવાયું હતું કે ૨૦૧૯ અને ૨૦૨૦ કરતાં આ સંખ્યા ખૂબ વધારે છે. મેડિસિન સાન્સ ફ્રન્ટિયર્સ (MSF)ના મેડિકલ એક્ટિવિટી મેનેજર અમીનુ લાવલે જણાવ્યું કે મેલેરિયા વિરોધી દવા અને ટેસ્ટ માટે લોકલ હેલ્થ ફેસિલિટીઝ આંતરરાષ્ટ્રીય મદદ પર આધાર રાખે છે. કેટલીક હેલ્થ ફેસિલિટીઝ કામ કરતી બંધ થઈ છે. તેમણે ઉમેર્યું કે ચોમાસાની આ સિઝનમાં હોસ્પિટલ એડમીશનની સંખ્યામાં ભારે વધારો થયો હતો.