નાઈરોબીઃ લંડન અથવા ન્યૂયોર્કમાં ભણતો વિદ્યાર્થી તેનો એસે (નિબંધ) કરવા માટે કોઈકને ઓનલાઈન ચૂકવણી કરે તો તે કામ કેન્યામાં કોઈક વ્યક્તિ દ્વારા પૂરું કરાયું હોય તેવું શક્ય છે. વિદેશીઓ છેતરપિંડી કરી શકે તે માટે તેમને મદદ કરતાં ભૂતિયા લેખકો વિશેના અહેવાલ નાઈરોબીથી ટ્રેન્ડ થઈ રહ્યા છે.
કેનેડી ટીચર તરીકે કાર્યરત હતા. પરંતુ, છેલ્લાં પાંચ વર્ષથી તેમની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. તેઓ એકેડેમિક રાઈટીંગનું કામ કરતા હોવાનું કહે છે. હકીકતે તેઓ કેન્યામાં ઝડપથી વેગ પકડતી ગ્લોબલ ઓનલાઈન ઈન્ડસ્ટ્રીનો એક હિસ્સો છે. જોકે, કેનેડી અને અન્ય કેન્યાવાસી જેને એકેડેમિક રાઈટીંગ કહે છે તેને બાકીની દુનિયામાં છેતરપિંડી કહેવાય છે. આપ સ્ટુડન્ટ અથવા સ્કૂલના વિદ્યાર્થી હો અને એસાઈનમેન્ટ પૂરું કરવામાં મુશ્કેલી હોય અથવા આપ તે કરવા ન ઈચ્છતા હો તો કેનેડી અને તેમની ટીમ ચોક્કસ ફી લઈને તમારા માટે તે કરી આપશે. તમે તે પોતાનું વર્ક હોવાનો દેખાવ કરી શકશો અને કદી પકડાશો નહીં તેવી આશા રાખી શકો. તેમાં
"essay mill" વેબસાઈટ્સ વચેટિયાનું કામ કરે છે અને છેતરપિંડી કરતાં વિદ્યાર્થીઓ તેમને જે કામ કરાવવાનું હોય તે મૂકે છે. તેમાંની ઘણી વેબસાઈટ અમેરિકા અને પૂર્વ યુરોપની હોય છે અને તેઓ ફીની કુલ રકમમાંથી અડધોઅડધ રકમ ફી તરીકે ચાર્જ કરે છે. ગ્રાહક કેટલી રકમ ચૂકવે છે તે મુદ્દો નિબંધ, એસાઈનમેન્ટ કે આખી પીએચડી થીસીસ છે તેના પર આધારિત રહે છે.