જોહાનિસબર્ગઃ અગાઉ આફ્રિકામાં ગેમ રમનારા માટે ઈન્ટરનેટ કાફે હોટ સ્પોટ હતા. જોકે, હવે તે વીસરાઈ ગયા છે. હવે સ્માર્ટ ફોન આવવાથી દરેકને ઘાં પાત્રો, એસેટ્સ અને ભાષા અપનાવતી આફ્રિકન લાક્ષણિકતાઓ સાથે કોઈ પણ સ્થળે પોતાની પ્રિય વીડિયો ગેમ રમવાનું સરળ બન્યું છે.
હાલ માર્કેટમાં ઉભરતા મલ્ટિ ફંક્શનલ ગેમીંગ કોન્સોલ્સની ઉપલબ્ધતા અને લોકપ્રિયતા વધી રહી છે અને તે આ પ્રાંતમાં વીડિયો ગેમ્સના માર્કેટની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. તેને લીધે છેલ્લાં પાંચ વર્ષમાં ગે રમનારાની સંખ્યામાં ભારે વધારો થયો છે. આ વધારામાં કોવિડ – ૧૯નું ખૂબ યોગદાન રહ્યું છે. તેનાથી ગેમીંગ માર્કેટના અન્ય તમામ પરિબળોને અસર થઈ હતી. સબ સહારન આફ્રિકામાં ૨૦૧૫માં ૭૭ મિલિયનની સામે હાલ ૧૮૬ મિલિયન લોકો ગેમ રમે છે.
આફ્રિકામાં ગેમીંગ ઈન્ડસ્ટ્રીમાં ૨૪ મિલિયન ગેમર્સ સાથે દક્ષિણ આફ્રિકા મોખરે છે.