અબુજાઃ નાઇજરના કોમ્યુનિકેશન્સ મિનિસ્ટર મોહમદાઉ ઝદાને હાઈ-પ્રોફાઇલ ઉચાપત કેસમાં કથિત સંડોવણી માટે કેદની સજા કરાઈ છે. જોકે, આ કેસની કાર્યવાહી ક્યારે હાથ પર લેવાશે તે અંગે હજી કોઈ ચોક્કસ તારીખ જાણવા મળી નથી.
દેશભરમાં યુરેનિયમ સહિતની ખનિજોના ખનનકાર્યમાં સંકળાયેલી કંપનીઓમાં નાઇજિરિયાના હોલ્ડિંગની વ્યવસ્થા કરતી જાહેર ક્ષેત્રની કંપનીનું સંચાલન વર્ષ 2013 તથા 2021વચ્ચે મોહમદાઉ ઝદા હસ્તક હતું ત્યારે તત્કાલીન 3 બિલિયન સીએફએ ફ્રાન્ક (૪.૫ મિલિયન યુરોથી વધુ)ની ઉચાપતનો આ કેસ છે.આર્થિક તથા નાણાકીય વિભાગના ન્યાયાધીશે મોહમદાઉ ઝદાની કડક પૂછપરછ કરી પાટનગરથી દક્ષિણે ૫૦ કિ.મી. દૂર આવેલા શહેર કોલ્લોની જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
પ્રમુખ બોઝાઉમે ભ્રષ્ટાચાર સામે કડક પગલાં પ્રાથમિકતા ગણાવી કહ્યું છે કે, દેશના ત્રીસ જેટલા વરિષ્ઠ અધિકારીઓ ભ્રષ્ટાચાર હેઠળ હાલમાં જેલમાં છે અને લાંબા સમય સુધી તેઓ જેલમાં જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, સરકારી માલિકીની આ કંપની યુરેનિયમના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સંડોવાઈ હતી, જેમાં વર્ષ 2011માં 320મિલિયન ડોલરમાં યુરેનિયમના વેચાણનો કેસ હતો. વર્ષ 2020માં સૈન્યનાં સાધનોની ખરીદીમાં વધારે રકમનાં બિલ બનાવવા અંગે તથા સાધનો ન પહોંચાડવા અંગેના કિસ્સામાં પણ ભારે વિવાદ સર્જાયા હતા.