અબુજા, વોશિંગ્ટનઃ નાઈજિરિયાના માનવ અધિકારોના ક્ષેત્રમાં ખરાબ રેકોર્ડ છતાં, બાઈડેન વહીવટીતંત્રે 1 બિલિયન ડોલરના એડવાન્સ્ડ એટેક હેલિકોપ્ટર્સ અને સંબંધિત સરંજામ ખરીદવાને બહાલી આપી દીધી છે. નાઈજિરિયા તેની ઉત્તરના ભાગમાં ક્રિમિનલ ગેંગ્સ અને ઉગ્રવાદીઓની શ્રેણીબદ્ધ ધમકીઓનો સામનો કરી રહ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 14 એપ્રિલ ગુરુવારે 997 મિલિયન ડોલરની કિંમતના 24 બેલ AH-1Z વાઈપર હેલિકોપ્ટર્સ તેમજ ગાઈડન્સ, નાઈટવિઝન અને ટાર્ગેટિંગ સિસ્ટમ્સ તેમજ એન્જિન્સ અને ટ્રેનિંગ સપોર્ટ સહિતના વેચાણસોદાને મંજૂરી આપી હતી. સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ચટોની બ્લિન્કેને ગત વર્ષે નવેબરમાં નાઈજિરિયાની મુલાકાત લીધા પછી આ સોદાની શરૂઆત થઈ છે.
બ્લિન્કેને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વેસ્ટ આફ્રિકા અને ધ સાહેલમાં ટેરરિઝમ અને ઈસ્લામિક કટ્ટરવાદનો સામનો કરવામાં નાઈજિરિયાને પાર્ટનર તરીકે નિહાળે છે. નાઈજિરિયાના સુરક્ષા દળો સામે ન્યાયથી ભાગી રહેલા અપરાધીઓ અને કર્મચારીઓ સામેની કામગીરીમાં માનવાધિકારોનાં ભંગ કરવાનો સતત આક્ષેપ લાગેલો છે.