અબુજાઃ હત્યાના આરોપસર પાંચ વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં રહેલા નાઈજીરીયાના શિયા લઘુમતીના નેતા ઈબ્રાહિમ ઝાક્ઝાકી અને તેની પત્નીને કડુના (નોર્થ) કોર્ટે છોડી મૂક્યા હતા.
ઝરિયા (નોર્થ)માં ધાર્મિક સરઘસ દરમિયાન ફાટી નીકળેલા તોફાનો પછી ડિસેમ્બર ૨૦૧૫થી ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ નાઈજીરીયા (MIN)ના સ્થાપક ઝાક્ઝાકી અને તેની પત્ની ઝીના ઈબ્રાહિમ અટક હેઠળ હતા. માનવ અધિકાર સંસ્થાઓના જણાવ્યા મુજબ તોફાનોમાં લશ્કરે કરેલા ગોળીબારમાં મોટાભાગના અજાણ્યા શિયા સહિત ૩૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા.
તેમના વકીલ સદાઉ ગાર્બાએ જણાવ્યું કે કોર્ટે ઝાક્ઝાકી અને તેની પત્નીને તકેમની સામેના તમામ આરોપોમાં નિર્દોષ ઠેરવ્યા હતા અને છોડી મૂક્યા છે. ઝાક્ઝાકી અને તેની પત્ની પર દેખાવો દરમિયાન એક સૈનિકની હત્યા કરવાનો આરોપ હતો.
'૭૦ના દાયકામાં ઈરાનમાં થયેલી ઈસ્લામિક ક્રાંતિની પ્રેરણાથી સ્થપાયેલ MIN આજે પણ તેહરાનની નીકટ છે અને નાઈજીરીયામાં અશાંતિ સર્જતું રહે છે.
સિનિયર પ્રોસિક્યુટર ડેરી બાયેરોએ જણાવ્યું કે તેઓ આ ચૂકાદા સામે અપીલ કરશે.