અબુજાઃ નાઈજીરીયાના પૂર્વ સેના શાસક, મોહમ્મદ બુહારીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. આ ચૂંટણીમાં બુહારીને ૧ કરોડ ૫૪ લાખ મતો મળ્યા જ્યારે તેના પ્રતિસ્પર્ધી ગુડલક જોનાથનને ૩૩ લાખ મત મળ્યા છે. ત્રણ દશક પહેલાં સત્તા પલ્ટીને બુહારી સત્તા પ્રાપ્ત કરેલ છે. તેમણે ૧૯૯૯માં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની રચના કરી.
ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ જોનાથન સમર્થક હિંસક બન્યા હતા અને તેના ક્ષેત્ર નાઈજર ડેલ્ટામાં તોફાનો કરાવ્યા હતા. તેથી જોનાથને પોતાના સમર્થકોને રાજકીય ફાયદા માટે હિંસા ન ફેલાવવાની અપીલ કરી હતી.
નાઈજીરીયામાં ભ્રષ્ટાચાર, કૌભાંડો અને આતંકવાદી ગતિવિધિના કારણે જોનાથનની લોકપ્રિયતા ઘટી હતી.