નાઈરોબીઃ કેન્યાના કોમેડિયન એરિક ઓમોન્ડીના વડપણ હેઠળ યુવાન દેખાવકારોએ નાઈરોબીમાં વધી રહેલા જીવનનિર્વાહ ખર્ચ સામે વિરોધ દર્શાવવા મંગળવાર 21 ફેબ્રુઆરીએ નેશનલ એસેમ્બલીની બહાર માર્ગને બ્લોક કર્યો હતો.
દેખાવકારોએ વીજળી અને રાંધવાના ઓઈલના ઊંચા ભાવનો વિરોધ કરતા પ્લેકાર્ડ્સ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોએ ટેક્સ વધારી દેતા બિલને પસાર કરી એસેમ્બલીએ દેશ સાથે મોટી છેતરપિંડી કરી હોવાનું જણાવી નેશનલ એસેમ્બલીના સ્પીકર સાથે મુલાકાતની માગણી કરી હતી પરંતુ, તેનો સ્વીકાર કરાયો ન હતો. આથી તેમણે બળપૂર્વક એસેમ્બલીમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો અને પોલીસે શર્ટ પહેર્યા વિનાના દેખાવકારોને વિખેરવા ટીઅરગેસનો મારો ચલાવ્યો હતો. કેન્યા નેશનલ બ્યચૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સ અનુસાર જાન્યુઆરીમાં ફૂગાવાનો દર 8.9 ટકાનો રહ્યો હતો.