નાઈરોબીઃ કેન્યાની રાજધાની નાઈરોબીમાં પ્રેસિડેન્ટ વિલિયમ રુટોના રાજીનામાની માગણી સાથે દેખાવકારોએ ગુરુવાર, 8 ઓગસ્ટે સરઘસો કાઢ્યા હતા ત્યારે પોલીસે ટીઅર ગેસ છોડ્યા હતા. બીજી તરફ, અશાંત વાતાવરણના લીધે શહેરમાં બિઝનેસીસ અને જાહેર પરિવહન સેવા બંધ રહ્યા હતા. જોકે, અન્ય મુખ્ય શહેરોમાં શાંતિ પ્રવર્તતી હતી.
કેન્યામાં 18 જૂનથી સરકારવિરોધી દેખાવો ચાલી રહ્યા છે. પ્રેસિડેન્ટ રુટોએ દેખાવોની નિંદા કરી દેશવાસીઓને તેનાથી દૂર રહેવા જણાવ્યું હતું. રુટોએ કહ્યું હતું કે જેઓ પરિવર્તન ઈચ્છે છે તેઓ 2027ની ચૂંટણીમાં તેમને દૂર કરી શકે છે.