ઘાનાઃ ૧૯ જૂને શિખર બેઠમાં ભાગ લેવા માટે ઘાનામાં હાજર રહેલા પશ્ચિમ આફ્રિકાના નેતાઓ ૨૦૨૭માં સિંગલ કરન્સી શરૂ કરવાની નવી રૂપરેખા તૈયાર કરવા માટે સંમત થયા હતા.આ વર્ષે જ કોમન કરન્સી શરૂ કરવાનું તેમનું આયોજન હતું પરંતુ, કોરોના વાઈરસ મહામારીને લીધે ઉભા થયેલા પડકારોને લીધે તે મુલતવી રાખવું પડ્યું હતું.
ECOWAS કમિશનના પ્રેસિડેન્ટ જીન – ક્લોડ કાસ્સી બ્રોઉએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને લીધે આ અંગેની સમજૂતીનો અમલ થઈ શક્યો ન હતો. અમે નવી રૂપરેખા ઘડી છે અને નવી સમજૂતી છે જેમાં વર્ષ ૨૦૨૨ – ૨૦૨૬નો સમયગાળો આવરી લેવાશે અને ecoની શરૂઆત ૨૦૨૭થી થશે.
ECO તરીકે જાણીતી કરન્સી અગાઉ ફ્રેન્ચ કોલોનીઝમાં ઉપયોગમાં લેવાતા CFA ફ્રાન્કના સ્થાને ચલણી બનશે. તેની હિમાયત કરનારા લોકોનું કહેવું છે કે તેનાથી ફ્રાન્સ પરની નિર્ભરતા અને તેના દ્વારા થતું શોષણ બંધ થશે.
જોકે, નાઈજીરીયા અને આઈવરી કોસ્ટ જેવા કેટલાંક દેશો આ મુદ્દે ખેંચતાણ કરતા હોવાનો તેમના પર આક્ષેપ છે.
બેઠકમાં માલીમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વિશે પણ ચર્ચા કરાઈ હતી. ગયા મેમાં દેશની સરકારને ઉથલાવતો બળવો થયા પછી આ જૂથે માલીને મેમ્બર તરીકે સસ્પેન્ડ કરી દીધું હતું.
જૂંટા નેતા કર્નલ આસ્સીમી ગોઈટાએ પ્રેસિડેન્ટપદે અને એક્ટિવિસ્ટ ચોગુએલ માઈગાએ વડા પ્રધાન પદે શપથ લીધા હતા. સકારાત્મક ઘટનાઓની નોંધ લેવાઈ હોવા છતાં બેઠકમાં બામકોનું સસ્પેન્શન પાછું લેવાયું ન હતું