કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ફિક્લે મ્બાલુલાએ આક્ષેપ લગાવ્યો છે કે સાઉથ આફ્રિકામાં ભારે બેરોજગારી માટે પાકિસ્તાની અને ગેરકાયદે વિદેશીઓ દોષી છે. સ્થાનિક લોકો માટે નોકરીઓ પર વિદેશીઓ કબજો જમાવી લેતા હોવાની લાગણી પ્રવર્તે છે.
બુધવાર 15 જૂને સાઉથ આફ્રિકન યુથ ઈકોનોમિક કાઉન્સિલ (SAYEC) કોન્ફરન્સમાં એક વક્તાએ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર મ્બાલુલાને દેશના યુવાનો માટે રોજગારીની ઓછી તક વિશે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના કાકાએ પોતાની શોપ પાકિસ્તીઓને વેચવી પડી હતી કારણકે પાકિસ્તાની નાગરિકો માલસામાન અને પેદાશો સસ્તા ભાવે વેચતા હોવાથી તેઓ હરીફાઈમાં ઉભા રહી શક્યા ન હતા. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે એમ પણ કહ્યું હતું કેકિસ્તકાનીઓ આટલો સસ્તો માલ વેચી શકે તેવો પુરવઠો ક્યાંથી લાવે છે તેની પણ તપાસ કરવાની જરૂર છે.
સ્ટેટ્સ સાઉથ આફ્રિકા અનુસાર સાઉથ આફ્રિકામાં સમગ્રતયા બેરોજગારી 35 ટકા છે જેવા યુવાનોનો હિસ્સો અડધાથી વધુ છે. સાઉથ આફ્રિકન જૂથો સ્થાનિકો માટેની નોકરીઓ અને બિઝનેસીસ પર કબજો જમાવી લેવા બદલ વિદેશી નાગરિકોને દોષિત ઠરાવે છે અને તેમના વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો રહે છે.