પાદરી સામે લેટવિઅન ટુરિસ્ટ પર બળાત્કારનો આરોપ

Tuesday 24th January 2023 11:42 EST
 

કમ્પાલાઃ યુગાન્ડાના પાદરી જોસેફ કોલિન્સ ત્વાહિર્વાને લેટવિઅન ટુરિસ્ટ સૌલાઈટ આન્ડા પર બળાત્કારના આરોપસર 18 જાન્યુઆરીએ રિમાન્ડ પર મોકલી અપાયા છે. મિસ આન્ડાની ફરિયાદ નહિ નોંધનારા પોલીસ અધિકારીઓની પણ ધરપકડ કરાઈ હતી. પાદરી જોસેફ બાબતે વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીએ ચાલશે.

પાદરી જોસેફ વ્યવસાયે વકીલ છે અને તેમણે 2022ની 11 ડિસેમ્બરની રાત્રે લેટવિઅન ટુરિસ્ટને પોતાના ચર્ચમાં બોલાવી હતી અને તેની સંમતિ વિના બળાત્કાર આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જોકે, આ પહેલા 36 વર્ષીય સૌલાઈટ આન્ડા સાથે પોલીસ સ્ટેશનમાં ખરાબ વ્યવહાર કરાયો હતો. આ મુદ્દે પોલીસ અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter