નાઈરોબીઃ પૂર્વ આફ્રિકાના નાણાં પ્રધાનોએ પોતપોતાની સંસદમાં નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટ રજૂ કર્યા હતા. ઈસ્ટ આફ્રિકા કોમ્યુનિટી (EAC) સંધિ મુજબ પાર્ટનર દેશોએ તેમના બજેટ એકસાથે એક જ સમયે વાંચવાનું જરૂરી છે.
પરંતુ, માત્ર ત્રણ સ્થાપક દેશો - કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા - એ જ તેમના બજેટ વાંચ્યા હતા.
બુરુન્ડીનું નાણાંકીય વર્ષ જાન્યૂઆરીમાં શરૂ થાય છે તેને અને સાઉથ સુદાનને બાકીના પાર્ટનર દેશો સાથે તેમના બજેટ વાંચવાની વ્યવસ્થા કરવા માટે EAC કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સે સમય આપ્યો હતો.
રવાન્ડાએ બજેટ વાંચનમાં વિલંબ માટે કોઈ કારણ જણાવ્યું ન હતું.
યુગાન્ડાનું ૧૨.૬૧ બિલિયન ડોલર (Ush ૪૪.૭ ટ્રિલિયન)નું બજેટ નવા મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પ્લાનિંગ તરીકે નીમાયેલા આમોસ લુગોલુબીએ રજૂ કર્યું હતું.
ટાન્ઝાનિયામાં મિનિસ્ટર ઓફ ફાઈનાન્સ એન્ડ પ્લાનિંગ તરીકે નવા નીમાયેલા ડો. મ્વીગુલુ ન્ચેમ્બાએ ૧૫.૫૯ બિલિયન ડોલર (Tsh ૩૬.૩૨ ટ્રિલિયન)નું બજેટ વાંચ્યુ હતું.
કેન્યાના ટ્રેઝરી કેબિનેટ સેક્રેટરી ઉકુર યાતનીએ ૩૩.૩ બિલિયન ડોલર (Ksh૩.૬ ટ્રિલિયન)નું બજેટ રજૂ કર્યું હતું.
કેન્યાએ કોવિડ - ૧૯ વેક્સિનની ખરીદી માટે Ksh૧૪.૩ બિલિયન (૧૩૩ મિલિયન ડોલર) જ્યારે યુગાન્ડાએ Ush ૫૬૦ બિલિયન (૧૫૯ મિલિયન ડોલર) ફાળવ્યા છે.