કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના ડાબેરી વિરોધ પક્ષ ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ (EFF) દ્વારા દેશના ખસ્તાહાલ અર્થતંત્ર અને એનર્જી કટોકટી માટે પ્રમુખ સીરિલ રામફોસાને જવાબદાર ગણાવી તેમના રાજીનામાની માગણી સાથે હડતાળો અને રેલીઓનું આયોજન કર્યું છે. સોમવાર 20 માર્ચે હજારો દેખાવકારો રાજધાની પ્રીટોરીઆના સ્ક્વેરમાં એકત્ર થયા હતા અને યુનિયન બિલ્ડિંગ તરફ કૂચ કરી ગયા હતા. દેશના અન્ય વિસ્તારોમાં પણ હજારો દેખાવકારો એકત્ર થયા હતા. હિસા સંબંધિત ગુનાઓમાં 87 દેખાવકારોની ધરપકડ થઈ હતી.