જોહાનિસબર્ગઃ દેશમાં ભ્રષ્ટાચાર અંગે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે રિપોર્ટનો પ્રથમ ભાગ ગયા મંગળવારે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસાનેઅપાયો હતો. આ રિપોર્ટ ૨૦૦૯ અને ૨૦૧૮ વચ્ચે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝૂમાના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર વિશે ત્રણ વર્ષ સુધી કરાયેલી તપાસ પછી ભાગ તૈયાર થયો છે. રામાફોસાએ આ અહેવાલને નિર્ણાયક પળ ગણાવ્યો હતો.
સીરિલ રામાફોસાએ જણાવ્યું કે સરકારને બાનમાં રાખવાના યુગનો અંત લાવવા અને ચોક્કસપણે સમાપ્ત કરવા અને આપણી સંસ્થાઓની અને ખાસ કરીને તો આપણી સરકારની અખંડિતતા અને વિશ્વસનીયતા તથા ક્ષમતાને પુનઃસ્થાપિત કરવાના દેશના પ્રયાસમાં હું તેને નિર્ણાયક ક્ષણ કહીશ.
અહેવાલનો પહેલો ભાગ સાઉથ આફ્રિકન એરવેઝમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગેરવહિવટ સાથે સંકળાયેલો છે. તેમણે ઉમેર્યું કે તેઓ અહેવાલનો અભ્યાસ કરશે અને તમે સાચું કહો છો તે પ્રમાણે જે પણ એજન્સીઓ છે અને આપણા દેશમાં આપણી સાથે સંકળાયેલી ઘણી બધી એજન્સીઓ છે અને તેમને કેટલીક બાબતો છે તેવું લાગતું હોય અથવા તેઓ તપાસ કરી રહ્યા હોય અને આ રિપોર્ટ તેમની વિચારસરણીને સમર્થન આપતો હોય છે અથવા તેને દ્રઢ બનાવતો હોય તેમણે આગળ વધવું જોઈએ અને તેમને જેમ સૂઝે તેમ કાર્યવાહી કરવી જોઈએ.
પરંતુ સરકારમાં અમારા માટે, અમે સંપૂર્ણ અહેવાલ જોયા, જાણ્યા અને સમજ્યા વિના કોઈ ટિકા - ટિપ્પણ કરીશું નહીં તેમ રામાફોસાએ ઉમેર્યું હતું.