ડોડોમાઃ ૨૪ જુલાઈએ અમેરિકાએ કોવેક્સ ઈનિશિએટિવ મારફતે ટાન્ઝાનિયાને જહોન્સન એન્ડ જહોન્સનની વેક્સિનના ૧,૦૫૮,૪૦૦ ડોઝ આપ્યા હતા. તેના થોડાં દિવસ બાદ ૨૮ જુલાઈએ પ્રેસિડેન્ટ સામિયાએ વેક્સિન લીધી હતી. તેમણે વેક્સિનની અસરકારકતા અને સુરક્ષિતતા વિશે લોકોને ફરી ખાતરી આપી હતી.
તેમણે જણાવ્યું કે એક માતા, પત્ની અને પ્રેસિડેન્ટ તરીકે તેમના પર ભરોસો રાખતા અને પ્રેસિડેન્ટ તરીકે જાણતા તથા આધાર રાખતા લોકોને રાહ ચીંધવા આવ્યા છે. આપના સારા સ્વાસ્થ્યની મને કિંમત ન હોય તો વેક્સિન લઈને મારી જાતને જોખમમાં મૂકવાનો નિર્ણય લઉં નહીં.
જૂન ૨૦૨૦માં સ્વ. પ્રેસિડેન્ટ જહોન માગુફલીએ ટાન્ઝાનિયાને કોવિડ – ૧૯ મુક્ત જાહેર કર્યો હતો. તેમણે અને અન્ય ઉચ્ચ સરકારી અધિકારીઓએ તો માસ્કની અસરકારકતા વિશે પણ પ્રશ્રો ઉઠાવ્યા હતા.
માગુફલીએ ટેસ્ટીંગની અસરકારકતા અંગે શંકા વ્યક્ત કરીને વાઈરસને ફેલાતો અટકાવવા પડોશી દેશોએ લીધેલાં સ્વાસ્થ્ય પગલાં માટે તેમની મજાક ઉડાવી હતી.
ચોમેરથી થઈ રહેલી ટીકા વચ્ચે પ્રેસિડેન્ટ માગુફલીએ કોવિડ – ૧૯ વેક્સિનને જોખમી ગણાવી હતી, પરંપરાગત દવાઓની અસરકારકતા વિશે પ્રશ્રો ઉઠાવીને લોકોને વારંવાર વૈકલ્પિક ઉપાયો માટે અનુરોધ કર્યો હતો.
પરંતુ, માર્ચમાં પ્રેસિડેન્ટ માગુફલીના મૃત્યુ પછી તેમના અનુગામી પ્રેસિડેન્ટ સામિયાએ એક વર્ષ અગાઉ બંધ કરાયેલા સંક્રમણના આંકડા ફરી જાહેર કરવા સહિત વાઈરસને ફેલાતો અટકાવવા ઘણાં પગલાં લીધાં છે.