યામોઉસોઉક્રોઃ ૨૦૧૯માં કરેલા કૃત્યો દ્વારા દેશની સુરક્ષાની અવગણના કરવા બદલ આઈવરીના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પૂર્વ બળવાખોર નેતા ગ્વિલાસુમે સોરોને એબીડજનમાં તેમની ગેરહાજરીમાં આજીવન કેદની સજા ફરમાવાઈ હતી.
કોર્ટે પ્રોસિક્યુશનની માગણીઓને માન્ય રાખી હતી અને મુખ્ય પ્રતિવાદીઓ સોરોના ભૂતપૂર્વ હેડ ઓફ પ્રોટોકોલ સૌલીમાને કામાગાટે, ભૂતપૂર્વ પ્રધાન એફૌસી બામ્બા અને તેમના ભૂતપૂર્વ હેડ ઓફ કોમ્યુનિકેશન ટોઉરે મોઉસાને ૨૦ વર્ષની જેલની સજા કરી હતી. સોરો પર તેમના સમર્થકો સાથે મળીને સત્તા ઉથલાવવાનું ષડયંત્ર ઘડવાનો આરોપ હતો.
સોરોના બે ભાઈઓ અને તેમના નીકટના એલેઈન લોબોગ્નોનને જાહેર વ્યવસ્થામાં અવરોધ બદલ ૧૭ મહિનાની જેલ થઈ હતી.
કોર્ટે સોરો અને ૧૯ પ્રતિવાદીઓની સંપતિ જપ્ત કરવાનો અને તેમની જનરેશન્સ એટ પ્યુપલ્સ સોલીડેરીસ (GPS)ને વિખેરી નાખવાનો અને તેમને સંયુક્ત રીતે આઈવરી સરકારને ૧૫૦ મિલિયન યુરો ચૂકવવા આદેશ કર્યો હતો.