જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાની સરકાર દ્વારા બહુપતિત્વને (મહિલાને એક થી વધુ પતિ હોય) કાયદેસર બનાવવાની દરખાસ્ત અંગે રૂઢિચુસ્ત વર્ગો તરફથી ભારે રોષ વ્યાપી રહ્યો છે. આ વિષયના નિષ્ણાત શિક્ષણવિદ પ્રોફેસર કોલીસ મચોકોને કોઈ આશ્ચર્ય થતું નથી. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે વાંધા અને વિરોધો ઉપર નિયંત્રણ મેળવી શકાશે. આફ્રિકન સમાજો વાસ્તવિક સમાનતા માટે તૈયાર નથી. આપણે જે મહિલાઓ પર કાબૂ મેળવી શકતા નથી તેમનું શું કરવું તે આપણે જાણતા નથી.
સાઉથ આફ્રિકાનું બંધારણ દુનિયાના સૌથી ઉદાર બંધારણો પૈકીનું એક છે. તે તમામ માટે સમલૈંગિક લગ્નો અને પુરુષો માટે બહુપત્નીત્વને અપનાવે છે.
ચાર પત્ની ધરાવતા બિઝનેસમેન અને ટીવી પર્સનાલિટી મુસા મ્સેલેકુ બહુપતિત્વના વિરોધીઓ પૈકી એક છે. મૂસાએ પ્રશ્ન કર્યો હતો કે આ બાબત આફ્રિકાની સંસ્કૃતિનો વિનાશ કરશે. તે લોકોના બાળકોનું શું ? તેઓ તેમની ઓળખ કેવી રીતે જાણી શકશે ? મુસા તેમના બહુપત્નીત્વ પરિવાર વિશેના સાઉથ આફ્રિકન રિયાલિટી ટીવી શોમાં કામ કરે છે.
તેમણે પ્રશ્ર કર્યો કે હાલ મહિલાઓ પુરુષની ભૂમિકા ભજવી શકે નહીં. એવું સાંભળ્યુ પણ નથી. મહિલાઓ પુરુષ માટે લોબોલા ચૂકવી શકશે ? પુરુષો પાસેથી તેમની અટક બદલે તેવી અપેક્ષા રાખી શકાશે ?
પ્રો. મચોકોએ તેમના વતન ઝિમ્બાબ્વેમાં સંશોધન કર્યું. આ પ્રકારના લગ્નોની સામાજિક મનાઈ હોવા છતાં અને તેને કાયદેસર માન્યતા ન હોવા છતાં બહુપતિત્વની પ્રણાલિ અપનાવતી ૨૦ મહિલાઓ અને ૪૫ સહપતિઓ સાથે તેમણે વાતચીત કરી હતી.
સમાજના કેટલાંક વર્ગ તેના માટે આનાકાની કરતા હોય છે તેથી તેની અંદરખાને ફરજ પડાય છે.