બાઇકર દેબાશિષ આફ્રિકાના પ્રખ્યાત કેવિન રિચર્ડ્સનને ‘સિંહ બચાવો’ અભિયાનમાં સાથ આપશે

Thursday 03rd January 2019 07:32 EST
 
 

મુંબઈઃ બાઇક પર વર્લ્ડ ટુર કરીને ભારતનું નામ રોશન કરનારા મુંબઈના બાઇકર દેબાશિષ ઘોષ હવે આફ્રિકાના ‘ધ લાયન વ્હીસ્પરર’ તરીકે પ્રખ્યાત કેવિન રિચર્ડ્સનના આમંત્રણથી દિવસ માટે સાઉથ આફ્રિકા જશે. કેવિન રિચર્ડસન સિંહના સંરક્ષણ, જનજાગૃતિ અને લોકોને સિંહો અંગે જાણકારી મળી શકે તે માટે ‘સિંહ બચાવો’ અભિયાન ચલાવે છે.
કેવિન રિચર્ડસનના ‘સિંહ બચાવો’ અભિયાનને બાઇકર દેબાશિષ ઘોષ બાઇક રાઇડ દ્વારા લોકો સુધી પહોંચાડશે. દેબાશિષ કહે છે કે, કેવિન રિચર્ડસને મને આ અભિયાનના કાર્ય માટે યોગ્ય સમજ્યો તે મારા માટે સન્માનની વાત છે. સાઉથ આફ્રિકામાં આ કાર્યક્રમ ૨૦મી ફેબ્રુઆરીએ છે.
દેબાશિષ ઘોષે ૯ મહિનામાં ૩૪ દેશોની આશરે ૬૮૦૦૦ કિમીની યાત્રા તેમની બીએમડબલ્યુ જીએસ એડવેન્ચર મોટરસાઇકલ પર કરી છે. ભારતથી જ યાત્રા શરૂ કરીને ભારતમાં જ બાઈક રાઈડ પૂરી કરીને તેમણે રેકોર્ડ પણ બનાવ્યો છે. બાઇક પર વર્લ્ડ ટુર માટે બે વરસના પ્લાનિંગમાં રૂટમેપ, ક્લાઇમેટ કન્ડિશન, વિઝા વગેરેની તૈયારીઓ કરી હતી. પોતાના આ કીર્તિમાન અંગે દેબાશિષ ઘોષ કહે છે કે મને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે ભારતમાં મોટર સાયકલિંગ ટૂર પ્રસિદ્ધ નથી તેથી લોકોને આ ટુર અંગે સમજવામાં સમય લાગશે. જોકે બાઈકટુર વિદેશમાં ખૂબ લોકપ્રિય છે. મોટર સાયકલિંગ લોકોને ઉત્તેજિત કરે છે અને તે જ કારણ છે કે મોટાભાગના લોકો વિદેશમાં મોટર સાયકલિંગ ઇવેન્ટ્સમાં ભાગ લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter