બાળકોના હત્યારાનું લોકોએ માર મારીને મોત નીપજાવ્યું

Wednesday 20th October 2021 08:08 EDT
 

નાઈરોબીઃ પશ્ચિમ કેન્યાના બુંગોમા ટાઉનમાં બાળકોના ૨૦ વર્ષીય સીરીયલ કિલર માસ્ટેન વન્જાલાનું લોકોના ટોળાએ માર મારીને મૃત્યુ નીપજાવ્યું હતું. તેણે પાંચ વર્ષના ગાળામાં દસથી વધુ બાળકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. થોડા દિવસ અગાઉ તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો હતો. સત્તાવાળાઓએ તેને શોધવા વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. દરમિયાન, તે બુંગોમાના એક ઘરમાંથી મળી આવતા લોકોએ તેના પર હુમલો કર્યો હતો. તેણે બાળકોને ડ્ર્ગ્સ આપવાનું અને કેટલાંક કિસ્સામાં બાળકોનું લોહી પીધું હોવાનું પણ સ્વીકાર્યું હતું.તે તેના માતાપિતાના ઘરે પાછો ફર્યો હોવાનું જણાતા પડોશીઓએ તેને ઝડપી લીધો હતો.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter