ડોડોમાઃ કરપ્શન બ્યૂરોના પ્રિવેન્શન એન્ડ કોમ્બેટિંગ દ્વારા ધરપકડ અને પૂછપરછ માટે લગભગ એક મહિનો રોકાયા પછી જામીન મળતા દાર – એ – સલામના બિઝનેસમેન યુસુફ માંઝીએ ટાન્ઝાનિયા છોડી દીધું હોવાનું મનાય છે.
યંગ આફ્રિકન્સના સ્પોન્સરના નીકટના એક વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તેઓ જુલાઈની શરૂઆતમાં દેશ છોડી ગયા હતા. હાલ તે દક્ષિણ આફ્રિકામાં છે. તેમણે થોડા સમય માટે દેશ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેમનો પુત્ર હજુ અહીં છે. માંઝી ગમે ત્યારે પાછા ફરશે, પણ અત્યારે નહીં આવે.
PCCBના ડિરેક્ટર જનરલ સલુમ હમદુનીએ જણાવ્યું કે ટાન્ઝાનિયામાં તેમના અગાઉના ત્રણ ડિલીંગ માટે તેમની પૂછપરછ કરાઈ હતી. તેમની બે કંપનીઓ ઈન્ટર – ટ્રે઼ડ કોમર્શિયલ લિમિટેડ સર્વિસીસ અને ગોલ્ડન ગ્લોબ ઈના્ટરનેશનલ સર્વિસીસ લિમિટેડે કરચોરી કરી છે.