ગીતેગાઃ બુરુન્ડીમાં ભાગ્યે જ જોવા મળતો બિઝનેસ ઉભરી રહ્યો છે. બુરુન્ડી સમાજમાં સર્પ ઉછેરનો નવો બિઝનેસ શરૂ થયો છે, જે તેનો ઉછેર કરનારા લોકો માટે આવકનો મહત્ત્વનો સ્રોત છે. બુજુમ્બરામાં સાપનો ઉછેર કરતા ડીઓ ન્ઝીગીયીમામાને ત્યાં ૩૦ સાપ છે. તેમનું કહેવું છે કે સાપ જોખમી હોતા નથી. પરંતુ, સાપને ઉશ્કેરવામાં આવે, તેના પર પગ મૂકાય તો તે કરડે છે. અહીંના લોકો સાપનું મહત્ત્વ સમજતા નથી. તેને રાક્ષસ સાથે સરખાવે છે અને મારી નાખે છે. સાપને પાંજરામાં રખાય છે. તેને પાળવામાં આવે છે અને માણસની હાજરીથી ટેવાતા કરાય છે.
તેમણે કહ્યું કે જંગલમાંથી સાપ પકડ્યા પછી દરેકને અલગ પાંજરામાં રખાય છે. યુરોપમાં એક સાપના ૬૦ યુરો મળી શકે છે. આપની પાસે ૧૦૦ સાપ હોય તો તે બિઝનેસ ગણાય છે.
તેઓ આવક વધારવા માટે સાપનું માંસ પણ વેચે છે. તેઓ યુવાનોને આ બિઝનેસ અપનાવવા અનુરોધ પણ કરે છે.