કમ્પાલાઃ યુગાન્ડાની મુસેવેની સરકારના જુનિયર મિનિસ્ટર અને નિવૃત્ત આર્મી કર્નલ ચાર્લ્સ એન્ગોલાને તેમના જ અંગરક્ષકે ઠાર મારી હત્યા કરી હતી અને પછી પોતાના પર જ ગોળી ચલાવી દીધી હતી. રાજધાની કમ્પાલાના સબર્બમાં મિનિસ્ટરના નિવાસે મંગળવાર, ૩ મેની ઘટના હત્યા અંગત કારણોસર થઈ હોવાનું આર્મી અને સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું. હુમલાખોર બોડીગાર્ડની ઓળખ જાહેર કરાઈ ન હતી. હત્યાનો હેતુ સ્પષ્ટ થયો નથી પરંતુ, અહેવાલો મુજબ ગાર્ડના પગાર મુદ્દે કોઈ સમસ્યા હતી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે બોડીગાર્ડ મિનિસ્ટર માટે કામ કરવા છતાં, તેને લંબા સમયથી પગાર ચૂકવાતો નહિ હોવાની બૂમો મરી રહ્યો હતો.