જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં ગત સપ્તાહે બ્રિટિશ ગુલામીનું પ્રતીક રહેલી મૂર્તિઓને હટાવવાની અને તેના ઉપર હુમલા થયા છે. બ્રિટને લાંબા સમય સુધી અહીં ઉપર રાજ કર્યું હતું. બ્રિટિશ શાસનને સ્થાપિત કરવામાં અગત્યનો ભાગ ભજવનારા લોકોની મૂર્તિઓ આજે પણ દક્ષિણ આફ્રિકાના મુખ્ય સ્થળોએ સ્થાપિત છે. છેલ્લા કેટલાક સમયથી આફ્રિકી યુવાનોનો ગુસ્સો આ મૂર્તિઓ ઉપર નીકળી રહ્યો છે. રાણી વિક્ટોરિયાની મૂર્તિ ઉપર રંગ ફેકવાથી માંડીને બ્રિટિશ સૈનિકની મૂર્તિ નીચે પાડી દેવા સુધીની અનેક ઘટનાઓ સામે આવી છે. એટલું જ નહીં આ દરમિયાન મહાત્મા ગાંધી સહિત અન્ય કેટલીક મૂર્તિઓને પણ નિશાન બનાવવામાં આવી છે કે જેઓ બ્રિટિશ રાજની વિરુદ્ધમાં હતા. યુનિવર્સિટી ઓફ કેપટાઉનથી હટાવેલી રોડ્ઝની મૂર્તિને સરકારનું સમર્થન હતું. સરકારી પ્રવક્તા અનુસાર તે લોકો ગુલામીના પ્રતીક સમી મૂર્તિઓ અંગે વિચારણા કરી રહ્યા છે અને સરકાર ઝડપથી તે અંગે અધિકૃત નિર્ણય લેશે.