આ વીકએન્ડ દરમિયાન લેબર પાર્ટી જનરલ ઈલેક્શનમાં વિજય અને સત્તા હાંસલ કર્યા લિવરપૂલમાં તેમની પ્રથમ પાર્ટી કોન્ફરન્સ યોજવા સજ્જ બની હતી. ચૂંટણીમાં વિજય વિશે મેં લખ્યું હતું કે નવા પ્રાઈમ મિનિસ્ટર પાસે માત્ર 100 દિવસ રહ્યા છે જેમાં તેમણે પોતાનો સિક્કો જમાવવાની જરૂર છે. આ પછી, હનીમૂનનો સમયગાળો પૂર્ણ થશે અને તેમણે બધી દિશાઓમાંથી પડકારોનો સામનો કરવાનો રહેશે. આ બાબતે હું ખોટો ઠર્યો છું. તેમણે આ 100 દિવસના સમયગાળામાં ત્રણ ચતુર્થાંશ સમય પૂર્ણ કર્યો છે અને તેમની ગાડીનાં પૈડાં બહાર નીકળી જ રહ્યાં છે.
મલ્ટિનેશનલ માર્કેટ રિસર્ચ કંપની ઈપ્સોસ – Ipsosદ્વારા આ સપ્તાહે તેનો સૌથી તાજો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. અને કેર સ્ટાર્મર લિવરપૂલ તરફ જઈ રહ્યા છે ત્યારે તેમના માટે આ સમાચાર વધુ ખરાબ હોઈ શકતા ન હતા.
આ રિપોર્ટમાં નીચે મુજબના થોડાં નીરિક્ષણો દર્શાવાયા છેઃ
અડધોઅડધ (50 ટકા) બ્રિટિશરો કહે છે કે લેબર પાર્ટીએ અત્યાર સુધી સરકારમાં જે પણ કર્યું છે તેનાથી તેઓને નિરાશા સાંપડી છે.
માત્ર ક્વાર્ટર (25 ટકા) લોકો જ માને છે કે કેર સ્ટાર્મર પ્રાઈમ મિનિસ્ટર તરીકે સારી કામગીરી બજાવી રહ્યા છે.
હવે માત્ર 36 ટકા બ્રિટિશરો એમ માનવાની શક્યતા ધરાવે છે કે લેબર સરકાર બ્રિટનની હાલત વધુ ખરાબ બનાવશે.
લેબર સરકાર અગાઉની કન્ઝર્વેટિવ સરકારની સરખામણીએ સારી અથવા ખરાબ કામગીરી બજાવે છે તે બાબતે લોકો વિભાજિત છે (33 ટકા બહેતર માને છે. 28 ટકા પણ આવું જ માને છે તેમજ 32 ટકા ખરાબ માને છે). આનો અર્થ એ થાય કે 60 ટકા પ્રતિભાવકો એમ માને છે કે લેબર પાર્ટીની નવી સરકાર ટોરીઝની સમકક્ષ અથવા ખરાબ છે. આપણે તેનો સંદર્ભ વિચારીએ, આ એવી પાર્ટી છે જેણે માત્ર થોડા મહિના પહેલા જ આપણી જાણમાં હોય તેમ સર્વોચ્ચ બહુમતીઓમાંથી એક હાંસલ કરી હતી. મોટા ભાગના દેશનો વિશ્વાસ ગુમાવવા માટે તેણે સરકારમાં થોડા મહિના જ રહેવાની જરૂર છે. હું માનું છું કે લિઝ ટ્રસને કેર સ્ટાર્મરના મુદ્દે ગર્વનો અનુભવ થશે.
આપણે જ્યારે પ્રાઈમ મિનિસ્ટરના પર્સનલ રેટિંગ્સ વિશે વાત કરીએ ત્યારે પણ પરિસ્થિતિમાં જરા પણ સુધારો જણાતો નથી. જુલાઈ મહિનામાં સ્ટાર્મર 22 ટકાનો પોઝિટિવ એપ્રુવલ રેટિંગ ધરાવતા હતા (જે સારું કાર્ય અને ખરાબ કાર્ય કરવા વિશેનો તફાવત છે). આજે આ એપ્રુવલ રેટિંગ નેગેટિવ 17 ટકા (-17 ટકા)નું છે. માત્ર થોડા મહિનાઓ પહેલાની સરખામણીએ તેમના વિરુદ્ધ 39 ટકાનો ઝોક જોવા મળ્યો છે.
ઓપિનિયમ/ઓબ્ઝર્વર પોલ વધારે વિષાદમય ચિત્ર દર્શાવે છે. તેમાં જણાયું છે કે સ્ટાર્મરના એપ્રુવલ રેટિંગ ટોરી પાર્ટીના નેતા રિશિ સુનાકના એપ્રુવલ રેટિંગથી પણ નીચે ઉતર્યા છે. જુલાઈ મહિનાથી તેમાં 45 પોઈન્ટનો ભારે ઘટાડો નોંધાયો છે. 24 ટકા મતદારો સ્ટાર્મર જે કામગીરી બજાવે છે તેને બહાલ રાખે છે પરંતુ, 50 ટકા મતદારો તેને બહાલી આપતા નથી અને આમ તેમને માઈનસ 26 ટકા્નું નેટ રેટિંગ આપે છે.
જો આમ જ ચાલતું રહેશે તો મને શંકા છે કે, અને મને જરા પણ આશ્ચર્ય નહિ થાય કે થોડા સમયમાં અન્ય નેતાની તરફેણમાં તેમણે પદત્યાગ કરવો જોઈએ તેવી હાકલો થવા લાગશે. સંભવતઃ આ પ્રસંગે લેબર પાર્ટી તેમના નેતાપદ માટેં કોઈ મહિલાને પણ પસંદ કરી શકે છે. આ મહિલા કોણ હોઈ શકે તે બાબતે તમે અનુમાન લગાવી શકો છો!
એ બાબત જરા પણ આશ્ચર્યજનક નથી જ્યારે ઈપ્સોસના યુકે ડાયરેક્ટર ઓફ પોલિટિક્સ કેઈરન પેડલીએ કહે છે કે,‘આ તારણો કેર સ્ટાર્મરના રેટિંગ્સ નીચે જઈ રહ્યા હોવાના ઈપ્સોસના અન્ય સંશોધનોને પ્રતિબિંબિત કરે છે. નવી લેબર સરકાર તરફ નબળો પ્રતિસાદ છે અને દેશના ભવિષ્ય બાબતે જાહેર જનતાની નિરાશાવાદની લાગણી દર્શાવે છે. લેબર આગામી સપ્તાહે પાર્ટી કોન્ફરન્સ માટે સજ્જ થઈ રહેલ છે ત્યારે પ્રાઈમ મિનિસ્ટર અને તેમની પાર્ટી જાહેર જનતામાં એવી માન્યતા મજબૂત કરવાની આશા રાખે છે કે લેબર સરકાર આગામી મહિનાઓ અને વર્ષોમાં જનતાની પ્રાધાન્યતાને પરિપૂર્ણ કરી શકશે.’
મારો મત એવો છે કે સ્ટાર્મર લેબર પાર્ટી વિપક્ષમાં હતી ત્યારે હડતાળોને પ્રોત્સાહન આપતી હતી તેના બદલે હડતાળોને અટકાવવા યુનિયનોને ખરીદી લેવા જાહેર નાણાનો ઉપયોગ કરશે. જનતા માટે જરા પણ કાળજી ન ધરાવતા અને નાણાકીય મૂલ્ય નહિ આપતા કેટલાક વર્કરો દ્વારા બાનમાં લેવાતી અકાર્યક્ષમ જાહેર સેવાઓમાં વધુપડતા નાણા રોકવાથી આપણે ગંભીર નાણાકીય અવ્યસ્થા-ગરબડમાં ધકેલાઈ જઈશું. આ સપ્તાહની પાર્ટી કોન્ફરન્સમાં સ્ટાર્મર કટ્ટરવાદી જૂથો દ્વારા લોબીઈંગ કરાતા અને પોતાનો હિસ્સો મેળવી શકે તેવા નિરર્થક પ્રોજેક્ટ્સમાં સપોર્ટની ખુલ્લી અને મક્કમ હાકલોને સાંભળશે. લેબર પાર્ટીમાં પાવર હાઉસીસ સ્ટાર્મરને બહાર ધકેલે તે બાબત માત્ર સમયને આધીન હોવાનું જાણતા ભવિષ્યના સંભવિત નેતાઓ પોતાને વ્યૂહાત્મક પોઝિશન્સમાં ગોઠવી દેશે. મને શંકા છે કે પ્રાઈમ મિનિસ્ટર સત્તામાં પ્રથમ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં આ લેબર સરકાર અને આપણો દેશ ઘણી ખરાબ હાલતમાં પહોંચી જશે.
મારી તેમને સીધી અને સાદી સલાહ હિંમતવાન બનવાની છે. લેબર પાર્ટીમાં ઊંડે સુધી પગપેસારો કરી ગયેલા કટ્ટરવાદીઓ અને અરાજકતાવાદીઓના પાગલપણાને નષ્ટ કરી નાખો. લેબર પાર્ટીએ ગત થોડા દાયકાઓમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓ સંગાથે બેસવાનું પસંદ કરવા સાથે ઘણી ફેઈથ કોમ્યુનિટીઓના મતાધિકારો છીનવી લીધા છે. સ્ટાર્મર અને લેબરે આ કોમ્યુનિટીઓ તરફ મિત્રતાના પ્રારંભિક કદમો લંબાવવાની જરૂર છે કારણકે સંબંધોની પુઃસ્થાપનામાં સમય, પ્રયાસ અને થોડા ઘણા અંશે વિનમ્રતા પણ મદદરૂપ બને છે.
પ્રાઈમ મિનિસ્ટરે એક વખત કહ્યું હતું કે, ‘દેશ પ્રથમ આવે છે, પાર્ટી બીજા સ્થાને રહે છે.’ કદાચ હું ‘એક રાષ્ટ્ર, એક પ્રજા અને એક કાયદા’નો એક વિકલ્પ સૂચવી શકું છું,