એડીસ અબાબાઃ આફ્રિકન યુનિયન ભારત પાસેથી વધુ કોવિડ – ૧૯ વેક્સિન મેળવવા માગણીકરશે તેવો સંકેત આપ્યો હતો. ઉલ્લેખનીય છે કેમહિનાઓની ઘાતક લહેરના પગલે વેક્સિનના ઓછા ઉત્પાદનમાંથી ભારત બહાર આવી રહ્યું છે. તાજેતરમાં આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ જણાવ્યું હતું કે આફ્રિકાને વેક્સિનનો વધુ પુરવઠો પહોંચાડવા અંગે વાટાઘાટો કરવા માટે આફ્રિકન યુનિયન એક પ્રતિનિધિમંડળને ભારત મોકલશે. તેમાં આફ્રિકન યુનિયનના ખાસ દૂત સ્ટ્રાઈવ મેસીયીવાનો સમાવેશ થાય છે.
વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આફ્રિકા CDC ના હેડ ડો. જહોન ન્કેન્ગાસોંગે જણાવ્યું કે ભારત વેક્સિનની નિકાસ ફરી શરૂ કરી રહ્યું છે તે સારી વાત છે. જોકે, આફ્રિકાને મળનારા ડોઝની સંખ્યા હજુ અમને જાણવા મળી નથી.
દેશમાં સંક્રમણ સામે લડવા માટે ભારતે વેક્સિનની નિકાસ બંધ કરી તે પહેલા તે આફ્રિકાને વેક્સિનનું મુખ્ય નિકાસકાર હતું. આફ્રિકન યુનિયને જણાવ્યું કે વેક્સિનની નિકાસની ફરી શરૂઆતનો અર્થ એ કે વેક્સિન પુરવઠાની બાબતે આફ્રિકા ખંડે હવે ભારતનો સીધો સંપર્ક કરવો પડશે.