જોહાનિસબર્ગઃ ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકનને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. શિક્ષણવિદ્દ ગણેશન રેડ્ડીને દેશના વાર્ષિક નેશનલ ટિચીંગ એવોર્ડસ સમારંભમાં લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રેડ્ડીએ દક્ષિણ આફ્રિકાના મૂળભૂત શિક્ષણ પ્રધાન એન્જી મોત્શેકગાના હસ્તે આ એવોર્ડ તાજેતરમાં સ્વીકાર્યો હતો. આ ઉપરાંત અન્ય ભારતીય મૂળના શિક્ષકો સિલાસ પિલ્લઈ, એન્નેલીન ગવેન્દર તથા કેરીન રેડ્ડીને એક્સલન્સ એવોર્ડ અન્ય કેટેગરીમાં એનાયત કરવામાં આવ્યા હતા.