યામોઉસૌક્રોઃ પ્રેસિડેન્ટ અલાસ્સાને ક્વાટ્ટારાએ જાહેરાત કરી હતી કે ગયા માર્ચમાં ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા નિર્દોષ છોડી મૂકાયા પછી તેમના પુરોગામી અને હરિફ લોરેન્ટ ગ્બાગ્બો આઈવરી કોસ્ટ પાછા ફરવા માટે મુક્ત છે. દસ વર્ષ સુધી દૂર રહ્યા પછી ગ્બાગ્બો બેલ્જિયમથી અબીદ્જન આવી પહોંચ્યા હતા. ICC કસ્ટડીમાંથી છૂટ્યા ત્યારથી તેઓ બેલ્જિયમમાં રહેતા હતા.
૨૦૧૦માં યોજાયેલી વિવાદાસ્પદ ચૂંટણીઓને પગલે હત્યા, દુષ્કર્મ અને દમન સહિતના ગુનાઓની જવાબદારીમાંથી તેમને માફી અપાઈ હતી. જજોએ જણાવ્યું હતું કે પ્રોસિક્યુટર્સ તેમનો કેસ સાબિત કરી શક્યા ન હતા.
૨૦૧૧માં તેમને સત્તા પરથી દૂર કરાયા તેને લીધે દેશમાં વિભાજન થયું હતું. વિશ્લેષકોનું કહેવું છે કે તેમના પાછા ફરવાથી દેશમાં પુનર્ગઠનના પ્રયાસો ઝડપી બનશે અથવા તો પડી ભાંગશે.
શાસક પક્ષ RHDPએ જાહેર કર્યું હતું કે તેઓ મોટાપાયે સ્વાગત રેલીઓના વિરોધમાં છે.