જોહાનિસબર્ગઃ નેલ્સન મંડેલાના એક વખતના ભવ્ય પરંતુ, પાછળથી છોડી દેવાયેલા જોહાનિસબર્ગ (જોઝી) ના ઘરનું લકઝરી ટુરિસ્ટ હોટલમાં રૂપાંતરણ થઈ રહ્યું છે. જોઝીના પરાંવિસ્તાર હાઉટનમાં આવેલા મકાનનું નામ બદલીને સેંક્ચુરી મંડેલા રખાયું છે. આ હોટલ લોકોના ઉપયોગ માટે પહેલી ઓગસ્ટથી ખૂલ્લી મૂકાઈ છે. આ ઈમારતનો કોઈ પણ સંજોગોમાં મ્યુઝિયમ તરીકે ઉપયોગ થશે નહીં.
આ વર્ષે મંડેલા દિન - ૧૮ જુલાઈએ તેની ખાસ જાહેરાત કરાઈ હતી. નેલ્સન મંડેલા ફાઉન્ડેશન અને મોત્સામાયી ટુરિઝમ ગ્રૂપ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી. સેક્ચુરી મેંડેલા હોટલને મંડેલાના અંગત જીવન સાથે સાંકળીને જોવાઈ રહી છે.
મંડેલાના ત્રણ ગ્રાન્ડચીલ્ડ્રન ૨૦૨૦સુધી આ મકાનમાં રહ્યા હતા. તે પછી પારિવારિક વિખવાદોને લીધે તેઓ તે છોડી ગયા હતા. ત્યારથી તેની કોઈ સંભાળ લેતું ન હતું.