એન્ટાનાનારીવોઃ ફ્રેંચ કંપનીઓ મેરિડિયમ, બોયગ્યૂસ બેટીમેન્ટ્સ ઈન્ટરનેશનલ, કોલાસ અને ADP ( એરપોર્ટ દ પેરિસ)ની સંપૂર્ણ આર્થિક મદદથી મડાગાસ્કરમાં તૈયાર થયેલા રવિનાલા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરાયું હતું. બન્ને કંપનીઓએ તેમાં સંયુક્ત રીતે ૨૨૦ મિલિયન યુરોનું રોકાણ કર્યું છે. એરપોર્ટને ૨૮ વર્ષ સુધી કન્સેશન મળશે.
રવિનાલા એરપોર્ટના સીઈઓ જુલિયન કોફિનીયરે જણાવ્યું કે તેઓ રનવેના છેડે છે અને ટેક ઓફ માટે તૈયાર છે. તેમનો ઉદ્દેશ હિંદ મહાસાગર વિસ્તારમાં મહત્ત્વનું હવાઈમથક બનાવવાનો છે. આ નવું ટર્મિનલ મડાગાસ્કરનો આર્થિક અને પ્રવાસન વિકાસ કરશે તેટલું જ નહીં મડાગાસ્કર જીવંત પ્રદેશ બનશે અને તેની સંસ્કૃતિના દર્શન કરાવશે.