એન્ટાનાનાવિઓઃ પૂર્વ આફ્રિકામાં આવેલા મડાગાસ્કર દેશે તેના પ્રેસિડેન્ટ એન્ડ઼્રી રાજોએલિના સહિત માલાગાસી મહાનુભાવોની હત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે બે ફ્રેંચ નાગરિકો સહિત છ લોકોની ધરપકરડ કરાઈ હોવાનું રાજદ્વારી સૂત્રો દ્વારા જણાવાયું હતું. તેમાં બે માલાગાસી બેવડું નાગરિકત્વ ધરાવે છે, એક વિદેશી છે અને અન્ય માલાગાસી છે.
પબ્લિક સિક્યુરિટી મિનિસ્ટર રોડલેઝ રેન્ડ્રીઆનારિસને જણાવ્યું હતું કે તપાસમાં જણાયું હતું કે તેઓ મડાગાસ્કરના વડાની હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા હતા. તેમની ધરપકડ ભાડૂતી સૈનિકો દ્વારા નહીં પણ પોલીસ દ્વારા નિયમાનુસાર કરાઈ હતી.
દેશમાં કોરોના મહામારી અને દક્ષિણભાગમાં દુકાળ વિશે રિપોર્ટિંગ કરનારા પત્રકારોને અપાયેલી ધમકીઓ અને કેટલાંક મહિનાની અશાંતિ બાદ આ હત્યાના ષડયંત્રની જાહેરાત કરાઈ છે.
ખૂબ ટૂંકા ગાળામાં આ બીજી વખત હાઈ પ્રોફાઈલ અધિકારીઓની હત્યાના પ્રયાસની સત્તાવાઓએ જાહેરાત કરી હતી.
ગઈ ૨૬ જૂને મડાગાસ્કરના સ્વાતંત્ર્ય દિને ફ્રાન્સના શસસ્ત્ર પોલીસદળે તેના વડા જનરલ રિચાર્ડ રાવલોમનાનાની હત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યાની જાહેરાત કરી હતી. તેઓ રાજોએલિનાના ખૂબ નીકટના છે.
પ્રેસિડેન્ટ રાજોએલિનાએ મિલિટરીના સમર્થનથી સૌ પ્રથમ ૨૦૦૯માં માર્ક રાવલોમનાના પાસેથી સત્તા પર કબજો કર્યો હતો અને ત્યારથી એ આ ટાપૂ દેશ પર શાસન કરે છૈ.