કિગાલીઃ રવાન્ડાના લેખક અને દેશના વાંચન અને સર્જનાત્મક લેખનની સંસ્કૃતિને મજબૂત બનાવવા કાર્યરત સંસ્થા ‘ઈમેજિન વી રવાન્ડા’ ના સ્થાપક ડોમિનિક આલોન્ગા ઉવેઝ દ્વારા તાજેતરમાં યુવાનો માટે માનસિક આરોગ્યના અનુભવો વિશે ખુલ્લી ચર્ચાની પહેલ કરવામાં આવી છે. તેમણે સંવેદના અને માનસિક અભિવ્યક્તિ માટે સુરક્ષિત અને સપોર્ટિવ વાતાવરણ સર્જવા માનસિક આરોગ્ય નિષ્ણાતોની મદદથી ખૂબ વિચારીને 55 કાર્ડ્સની રમત ‘ડીપર કન્વર્ઝેશન્સ’ તૈયાર કરી છે.
ઉવેઝના કહેવા અનુસાર દંપતીઓ અને પેરન્ટ્સ તેમના બાળકોને સારી રીતે સમજવા પ્રયાસ કરી રહ્યા છે તથા રવાન્ડાના યુવાનો તેમજ ટીનેજર્સના પેરન્ટ્સે આ રમતને વધાવી લીધી હોવાં છતાં, તેઓ માનસિક આરોગ્યના તીવ્ર પડકારોનો સામનો કરી રહેલા યુવાનોને પ્રોફેશનલ મદદ મેળવવા પ્રોત્સાહિત કરે છે. 2023ના રવાન્ડા મેન્ટલ હેલ્થ સર્વે મુજબ 14-25 વયજૂથના રવાન્ડાવાસીઓનો ગણનાપાત્ર હિસ્સો ડિપ્રેશન, ચિંતાતુરતા અને ટ્રૌમા સહિત સાઈકોલોજિકલ ડિસઓર્ડર્સ સાથે સંઘર્ષ કરી રહેલ છે.