લિલોન્ગ્વેઃ કોલેરાના રોગચાળાના ભયે સાઉથઈસ્ટર્ન આફ્રિકન દેશ માલાવીના બે મુખ્ય શહેરો બ્લેન્ટાયર અને લિલોન્ગ્વેમાં પબ્લિક સ્કૂલ્સ ખોલવાનું મુલતવી રખાયું છે. માલાવીના નવેમ્બરથી માર્ચ સુધી વરસાદના મહિનાઓમાં કોલેરાનો રોગચાળો વાર્ષિક સમસ્યા છે પરંતુ, આ વર્ષે પરિસ્થિતિ વધુ ખરાબ છે. માલાવીના હેલ્થ મિનિસ્ટર ખૂમબિઝે કાન્ડોડો ચિપોન્ડાએ પ્રાઈમરી અને સેકન્ડરી શાળાઓને 3 જાન્યુઆરીથી ખોલવાનું મુલતવી રાખતી જાહેરાત કરી હતી.
માલાવીની નવેમ્બરથી માર્ચ સુધીની વરસાદની સીઝનમાં કોલેરાનો રોગચાળો ફેલાય છે અને આશરે 100 જેટલા મોત નોંધાય છે. જોકે, ગત માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં કોલેરાના 17,824 કેસ નોંધાયા છે અને મોતની સંખ્યા વધીને 643 થઈ છે જે, બે દાયકામાં સૌથી વધુ છે. આ પરિસ્થિતિ વધુ વણસે તેવો ભય સેવાય છે.
યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીના જણાવ્યા અનુસાર વિશ્વના આશરે 30 દેશોમાં કોલેરાનો રોગતાળો ફાટી નીકળ્યો છે જેમાં મૃત્યુદર ત્રણ ગણો ઊંચે ગયો છે.