બમાકા: આફ્રિકન દેશ માલીના ઓગોસાગુ ગામમાં ડોગોન ઉગ્રવાદી સંગઠને હુમલો કરીને ગામમાં રહેતા ફુલાની સમુદાયના ૧૧૫ લોકોની હત્યા કરી છે. જેમાં ગામના સરપંચ અને તેના પૌત્ર-દોહિત્રની પણ હત્યા થઈ છે. ૨૩મીએ બનેલી આ ઘટનાની માલીની સેનાએ ૨૪મીએ માહિતી જાહેર કરી હતી. મૃતકોમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઓટોમેટિક રાયફલ દ્વારા હુમલા બાદ ગામમાં રહેલા તમામ મકાનો ઉગ્રવાદીઓએ સળગાવ્યા હતા. જેથી ગામવાસીઓને માલમિલકતનું નુકસાન થયું હતું. ડોગોન માલીની આર્મીનું સમર્થન કરે છે અને ઇસ્લામી આતંકવાદનો વિરોધ કરે છે.