માલીમાં ફ્રાંસના દળોની હાજરી સામે વિરોધ દેખાવો

Wednesday 30th June 2021 06:56 EDT
 
 

બામકોઃ દેશમાંથી ફ્રેંચ દળોને સંપૂર્ણપણે પાછા ખસેડી લેવાની માગણી સાથે દેખાવકારોએ બામકોમાં ફ્રેંચ લશ્કરની હાજરી સામે વિરોધ દેખાવો કર્યા હતો.  પાછા જવા કેટલાંક દેખાવકારોએ રશિયન ધ્વજ ફરકાવ્યા હતા અને માલી તથા રશિયા વચ્ચે વધુ સહકાર અંગે અનુરોધ કરતાં બેનરો લગાવ્યાહતા.
પોલિટિકલ ગ્રૂપ યેરેવોલો જિબાઉટ્સ સર લેસ રેમ્પર્ટ્સ દ્વારા યોજાયેા દેખાવોની ખાસ અસર દેખાઈ  હતી. દેખાવના દિવસે અગાઉ થયેલા ભારે વરસાદને લીધે આયોજકોની આશા જેટલાં લોકો તેમાં જોડાયા ન હતા.  
જર્મનીના સંરક્ષણ પ્રધાને જાહેરાત કરી હતી કે માલીમાં યુનાઈટેડ નેશન્સના મિશનમાં ભાગ લઈ રહેલા સૈનિકો પર થયેલા હુમલામાં જર્મનીના ૧૨ ને અન્ય દેશનો એક સૈનિક ઘાયલ થયા હતા. તેના પગલે દેખાવો યોજાયા હતા.  
એક રહીશ બકારી કોલીબાલીએ જણાવ્યું હતું કે ફ્રાન્સના સૈનિકો આજે માલી છોડી જાય તો તે ખૂબ ખુશ થશે. અમારી સલામતી બાબતે તેમના પર વિશ્વાસ મૂક્યો તો બધું ખરાબ થયું છે.  
દેશમાંના યુએન મિશન MINUSMA એ અગાઉ જણાવ્યું કે ગાઓ પ્રાંતમાં કામચલાઉ થાણા પર થયેલા વ્હીકલ બોંબ વિસ્ફોટમાં ૧૫ શાંતિરક્ષકો ઘવાયા હતા.
માલી ૨૦૧૨થી ઈસ્લામિક આતંકવાદી બળવાખોરીને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.
માલીમાં ગયા વર્ષે થયેલા લશ્કરી બળવાને લીધે મામલો વધુ ગૂંચવાયો છે અને જૂંટાના નેતાઓને ફ્રાંસ અને આફ્રિકન યુનિયનની ટીકાનો ભોગ બનવું પડ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter