કમ્પાલાઃ ફેરફારોને પગલે યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સીસ (UPDF)માં યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીના વફાદારોને ટોચના હોદ્દા મળ્યા હતા. તેમાં ભૂતપૂર્વ એઈડ દ કેમ્પ (ADC) વિલ્સન મ્બાડીને જનરલની રેન્કમાં પ્રમોશન આપ્યું છે અને તેમને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ (CDF) બનાવ્યા છે. જ્યારે તેમના પુત્ર લેફ્ટનન્ટ જનરલ મુહુઝી કૈનરુગાબાને કમાન્ડર ઓફ લેન્ડ ફોર્સિસનું પદ આપ્યું હતું.
તાજેતરમાં ઈન્ટરનલ અફેર્સના સ્ટેટ મિનિસ્ટર નિમાયેલા જનરલ ડેવિડ મુહુઝીનું સ્થાન જનરલ મ્બાદી સંભાળશે. રોયલ મિલિટરી એકેડમી સેન્ડહર્સ્ટના ટોપગ્રેજ્યુએટ મ્બાદીની નિમણુંકમાં પ્રમુખે દર્શાવ્યું કે તેઓ વફાદારીને વિશેષ મહત્ત્વ આપે છે.
આ ફેરફારોમાં મુસેવેનીએ તેમના પુત્ર લેફ્ટનન્ટ જનરલ મુહુઝી કૈનરુગાબાને કમાન્ડર ઓફ લેન્ડ ફોર્સિસના પદે બઢતી આપી હતી. હેડ ઓફ સ્પેશિયલ ફોર્સિસ કમાન્ડ (SFC) તરીકે ફરજ બજાવતા લેફ્ટનન્ટ જનરલ કૈનરુગાબા તેમની નવી ભૂમિકામાં મિલિટરી પોલીસ જેવા મિલિટરી માળખાના સ્વતંત્ર યુનિટ અને તમામ વિભાગોના સુપરિન્ટેન્ડન્ટ જેવી કામગીરી કરશે.
આ હોદ્દો તેમને SFC યુનિટ બહાર લશ્કરનું સંચાલન કરવાનો અને બન્ને કામગીરીમાં પોતાના અનુભવનો ઉપયોગ કરવાની ક્ષમતા દર્શાવવાનો ફાયદો આપશે
બ્રિગેડિયર જનરલ ફેલિક્સ બુઝીસૂરીની SFCના ડેપ્યૂટી કમાન્ડર અને ડેનિયલ કાકોનોને ફિલ્ડ આર્ટીલરી ડિવિઝનના નવા કમાન્ડર નીમવામાં આવ્યા છે.
વિશ્લેષકોનું કહેવું છે કે પાર્લામેન્ટ અને જ્યુડિશિયરી સહિત સરકારની તમામ સંસ્થાઓ પર પ્રમુખની મજબૂત પકડ છે. તેમાં આજ્ઞાંકિત કેડર્સને યોગ્ય વળતર અપાય છે અને પ્રશ્રો કરતા તથા આક્ષેપો કરતા લોકોને વિદાય કરી દેવાય છે.
તાજેતરની કેબિનેટ નિમણુંકોમાં આ પદ્ધતિ અપનાવાઈ હતી તે આર્મીમાં અપનાવાઈ છે.