રબાતઃ મોરોક્કોના પાટનગર રબાતમાં મોરોક્કોના વિદેશ પ્રધાન નાસીર બૌરિતા અને ઈઝરાયલના વિદેશ પ્રધાન યૈર લાપીદ વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. ગયા વર્ષે મોરોક્કો અને ઈઝરાયલના સંબંધો સામાન્ય થયા તે પછી જ્યૂઈશ રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીની આ પ્રથમ મુલાકાત હતી. બેઠકના અંતે પોલિટિકલ કન્સલ્ટેશન, એવિએશન અને સંસ્કૃતિ વિશે ત્રણ સમજૂતી પર હસ્તાક્ષર કરાયા હતા. ઈઝરાયલના વિદેશ પ્રધાન યૈર લાપીદે જણાવ્યું કે ટુરિઝમ અને અર્થતંત્રના લાભ માટે, વેપાર અને સાંસ્કૃતિક આદાન – પ્રદાન અને મૈત્રી તથા સહકાર માટે અમે મળ્યા છીએ. બૌરિતાએ જણાવ્યું કે સહકારક્ષેત્રે વેગ માટે કેટલાંક ક્ષેત્રો માટે વર્કિંગ ગ્રૂપની રચના કરાઈ છે.