રબાતઃ સારા ગ્રેડના બદલામાં વિદ્યાર્થીનીઓ સામે સેક્સ્યુઅલ બ્લેકમેઈલના એક કેસમાં અશિષ્ટ હિંસક હુમલો કરવા બદલ મોરોક્કોના સેટ્ટાટની હસન આઈ યુનિવર્સિટીના ઈકોનોમિક્સના પ્રોફેસરને બે વર્ષની જેલની સજા કરાઈ હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે કાસાબ્લાન્કા નજીકના સેટ્ટાટની કોર્ટ ઓફ અપીલની ક્રકિમિનલ ચેમ્બર સમક્ષ તે પ્રોફેસરને અશિષ્ટ હુમલો, હિંસા અને જાતીય સતામણી માટે દોષી ઠેરવાયા હતા. વધુમાં ૭૦,૦૦૦ દિરહામ (૬,૬૪૦ યુરો)ના વળતરના બદલામાં એક ફરિયાદીએ પ્રોફેસર સામેની તમામ કાનૂની કાર્યવાહી પડતી મૂકી હતી.
શહેરમાં ચર્ચાનો વિષય બની ચૂકેલા આ કૌભાંડમાં આ પ્રોફેસર ઉપરાંત ચાર અન્ય પ્રોફેસર સંડોવાયેલા છે. તે ચારમાંથી બે જામીન પર મુક્ત છે. આ તમામને કોર્ટમાં રજૂ કરાશે, નથી.
આ કૌભાંડને લીધે સેટ્ટાટમાં ફેકલ્ટી ઓફ લો એન્ડ ઈકોનોમિક્સના ડીને નવેમ્બરના અંતમાં રાજીનામુ આપ્યું હતું.
ગયા સપ્ટેમ્બરમાં એક લેક્ચરર અને વિદ્યાર્થીની વચ્ચેના અશ્લીલ સામગ્રી સાથેના મેસેજીસ સોશિયલ નેટવર્ક પર વાઈરલ થયા તે પછી લોકલ મીડિયાએ ‘સેક્સ ફોર ગુડ ગ્રેડ્સ’ કૌભાંડના અહેવાલ આપ્યા હતા.
છેલ્લાં થોડાં વર્ષોમાં મોરોક્કોની યુનિવર્સિટીઓમાં પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થિનીઓને જાતીય હેરાનગતિના કેટલાંક કિસ્સાની મીડિયાએ નોંધ લીધી હતી. જોકે, તેમાં ફરિયાદ દાખલ કરાઈ ન હતી. ફરિયાદ કરાયેલા મોટાભાગના કેસોમાં આગળની કાર્યવાહી થઈ ન હતી.