કિગાલીઃ રવાન્ડાના વિપક્ષી નેતા વિક્ટોરી ઈન્ગાબિરેએ યુનાઈટેડ કિંગ્ડમથી રવાન્ડા લવાનારા ગેરકાયદે માઈગ્રન્ટ્સના પ્રથમ જૂથની ફ્લાઈટને કાનૂની કાર્યવાહી થકી યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ દ્વારા અટકાવી દેવાયા બાબતે ખુશી દર્શાવી હતી. રવાન્ડા સરકાર દ્વારા અમાન્ય ઠરાવાયેલી ઈન્ગાબિરેની ‘ડેવલપમેન્ટ એન્ડ લિબર્ટી ફોર ઓલ’ (Dalfa Umurunzi) પાર્ટીએ રવાન્ડા અને યુકે વચ્ચેના કરારને વખોડી કાઢ્યો છે.
ગેરકાયદે માઈગ્રન્ટ્સને યુકેમાં પ્રવેશ આપવાના બદલે રવાન્ડા મોકલી આપવાના બંને દેશ વચ્ચેના વિવાદાસ્પદ કરારનો રવાન્ડા અને યુકેમાં પણ વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી નેતા ઈન્ગાબિરેએ કહ્યું હતું કે એક ધનવાન દેશ બ્રિટન તેને ત્યાં આવેલા શરણાર્થીઓને વિકાસશીલ ગરીબ દેશ રવાન્ડામાં શા માટે મોકલી આપે છે તે સમજાય તેવું નથી. યુકે સાથેનો આ કરાર પડતો મૂકાય તે જ રવાન્ડા સરકારનો ન્યાયપૂર્ણ નિર્ણય લેખાશે.
ફોટોઃ • Rwanda - Victoire Ingabire