જોહાનિસબર્ગઃ રશિયાએ આફ્રિકા ખંડમાં વેપાર, સહાય, મિલિટરી ટ્રેનિંગ અને સંસદીય સુરક્ષામાં વિવિધ યોગદાન દ્વારા પોતાની હાજરી વધારી છે. વિશ્લેષકો મુજબ લાંબા સમય સુધી ચાલનારા આ સંબંધના ભવિષ્યની કસોટી રશિયા અને યુક્રેન વચ્ચેની હાલની કટોકટી દ્વારા થશે.
દક્ષિણ આફ્રિકાની સરકારે એક નિવેદનમાં રશિયાની કાર્યવાહીને વખોડી કાઢતા જણાવ્યું હતું કે યુક્રેન સાથે વધેલા સંઘર્ષથી તે નારાજ છે અને યુનાઈટેડ નેશન્સના ચાર્ટરનું પાલન કરીને રશિયાને તાત્કાલિક ધોરણે યુક્રેનમાંથી તેના સૈન્યને પાછું ખસેડી લેવા અનુરોધ કરે છે. ગયા ગુરુવારે રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે અન્ય આફ્રિકન દેશોએ મૌન સેવ્યું હતું.
છેલ્લાં થોડાં વર્ષોમાં રશિયાએ આફ્રિકા ખંડમાં તેની ઉપસ્થિતિ વધારી હતી અને તે આ નવેમ્બરમાં રશિયા - આફ્રિકા સમિટ યોજે તેવી શક્યતા છે.
રશિયાનું આક્રમણ અંગે આફ્રિકન દેશોની પ્રતિક્રિયા કેવી રીતે વધે છે તેને ધ્યાનમાં ન લેતાં વિશ્લેષકો માને છે કે આફ્રિકા ખંડને તેના પ્રત્યાઘાતોની અનુભૂતિ થશે.
રશિયાની હાયર સેકન્ડરી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીના પ્રો. ઈરીના ફિલાતોવાએ જણાવ્યું કે ગમે તે હોય આફ્રિકા તેનો ભોગ બનશે યુક્રેનથી અનાજની આયાત કરતા ઉત્તર આફ્રિકન દેશોના પુરવઠો ખોરવાશે અને ભાવમાં ફરક પડશે.