કમ્પાલાઃ યુગાન્ડામાં માનવાધિકારના ઉલ્લંઘનો બાબતે વિપક્ષ અને કર્મશીલો ટીકા કરી રહ્યા છે ત્યારે પ્રમુખ યોવેરી મુસેવેનીએ UNની હ્યુમન રાઈટ્સ ઓફિસની કામગીરી રીન્યુ કરવા ઈનકાર કર્યો છે. માનવ અધિકારોના પાલન પર દેખરેખ રાખવા યુગાન્ડા પાસે પૂરી ક્ષમતા હોવાનું સરકારે જણાવ્યું છે.
યુગાન્ડાની ફોરેન એફેર્સ મિનિસ્ટ્રીએ3 ફેબ્રુઆરીએ દેશમાં ઓફિસ ઓફ ધ યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ (OHCHR)ને પત્ર પાઠવી જણાવ્યું છે કે હાલની મુદત પછી યુગાન્ડામાં OHCHRના મેન્ડેટને રીન્યુ કરવામાં નહિ આવે. મિનિસ્ટ્રીએ માનવાધિકારો પર દેખરેખ રાખવા ઘરઆંગણાની ક્ષમતા વિકસાવવાની પ્રગતિની નોંધ લીધી છે જે આ નિર્ણયનું મુખ્ય કારણ છે. OHCHR યુગાન્ડા કન્ટ્રી ઓફિસના પ્રવક્તાએ કોઈ ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.