કમ્પાલા, નાઈરોબીઃ યુગાન્ડાના પ્રવાસે જતા કેન્યન પર્યટકોની સંખ્યામાં 113,706 જેટલો ભારે વધારો થયો છે. ડિસેમ્બર 2023એ પૂરા થતા વર્ષમાં કેન્યન પર્યટકોની સંખ્યા 490,000 થઈ હોવાનું યુગાન્ડાની ફોરેન એફેર્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે. ડિસેમ્બર 2022એ પૂરા થતા વર્ષે આ સંખ્યા 376,294 હતી. યુગાન્ડા કેન્યન ટુરિસ્ટ્સ માટે મોટું બજાર બની રહ્યું છે.
બીજી તરફ, કેન્યામાં આવતા પર્યટકોમાં 10 ટકા હિસ્સો યુગાન્ડાના લોકોનો છે. ડિસેમ્બર 2023ના વર્ષના અંત સુધીમાં યુગાન્ડાના પ્રવાસીઓની સંખ્યા 201,620, ની હતી. યુગાન્ડાવાસીઓ કેન્યાના સમુદ્રતટો અને સૌંદર્યસભર દૃશ્યોથી આકર્ષીય છે. બીજી તરફ, યુગાન્ડાના ગોરિલા અને ચિમ્પાન્ઝી સહિતનું પ્રાણીજીવન, સાંસ્કૃતિક અને ધાર્મિક પર્યટન અને કમ્પાલાનું રાત્રિજીવન કેન્યન પર્યટકોને લોભાવે છે.