કમ્પાલાઃ યુગાન્ડાએ કોફી ઉત્પાદક દેશ તરીકેની તેની તકલીફો અંગે ધ્યાન દોરવા અને દબાણ લાવવા બે વર્ષ માટે ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશન(ICO)નું સભ્યપદ છોડી દીધું હતું. યુગાન્ડા ૨૦૦૭ ICO કરાર હેઠળ તેની કોફીનું વેચાણ કરે છે. કરારના હિસ્સેદારોનું કહેવું છે કે તે ખેડૂતો અને અન્યોની તરફેણનું નથી. કેટલાંક કોફી ઉત્પાદક દેશોએ આ કરાર વિશે પ્રશ્ર ઉઠાવતા દલીલ કરી હતી કે વધુ ભાવ અને વધુ ક્વોટા મેળવવા કોફીનો વપરાશ કરતા દેશોની જ તરફેણ કરે છે. યુગાન્ડા કોફી ડેવલપમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે નવા કરારમાં યુગાન્ડાની ચિતાને ધ્યાને લેવાઈ ન હોવાથી તેણે આ કરારના બે વર્ષના એક્સ્ટેન્શનને સમર્થન આપ્યું નથી