કમ્પાલાઃ યુગાન્ડામાં ભેંસ, ચિત્તા, તરસ અને હાથી વગેરે સહિત પક્ષીઓ તથા સસ્તન પ્રાણીઓની 600થી વધારે જાતિઓનું આશ્રયસ્થાન ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાં ત્રણ સિંહણ મૃત હાલતમાં મળી આવી છે. તેમના મોતનું કારણ જાણી શકાયું નથી.
યુગાન્ડા વાઇલ્ડલાઇફ ઓથોરિટી તરફથી કમ્યુનિકેશનના વડા બશીર હાંગીએ જણાવ્યું હતું કે, સંભવતઃ વીજશોક લાગવાના કારણે આ સિંહણોનું મોત નીપજ્યું હોઈ શકે છે. હાંગીએ કહ્યું હતું કે, પોલીસતપાસ કરાશે અને પોસ્ટમોર્ટમ પણ હાથ ધરાશે. આ અગાઉ માર્ચ-2021માં લોકપ્રિય નેશનલ પાર્કમાં છ સિંહનાં મોત નીપજ્યાં હતાં આમ, મૃત્યુ પામનાર સિંહોની સંખ્યા કુલ નવ ઉપર પહોંચી છે. જોકે, એક પણ ઘટનામાં આરોપી ઝડપાયા નથી.