તાજેતરમાં રમાયેલા ટોકિયો ઓલિમ્પિક્સમાં સફળતા મેળવનારા યુગાન્ડાના એથ્લેટ્સને પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ લક્ઝુરિયસ વાહનો, મકાનો અને માસિક સ્ટાઈપેન્ડની ભેટ આપી હતી.
મુસેવેનીએ સુવર્ણ ચંદ્રક જીતનારને ૧,૪૧૫ ડોલર, રજત જીતનારને ૮૪૫ ડોલર કાંસ્ય ચંદ્રક જીતનાર ખેલાડીને ૨૮૦ ડોલરના માસિક સ્ટાઈપેન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો. વધુમાં, સુવર્ણચંદ્ક જીતનાર દરેકને મકાન બાંધી આપવા અને તમામ મેડલવિજેતાઓને રોકડ ઈનામોનું વચન આપ્યું હતું. દરેક સુવર્ણચંદ્ર કવિજેતાના પેરેન્ટ્સને પણ મકાન બનાવી અપાશે.
તેમણે ત્રણ મેડલિસ્ટ – જોશુઆ ચેપ્ટેગેઈ, સ્ટેલા ચેસાંગ અને જેકબ ક્પ્લિીમોને ત્રણ બ્રાન્ડેડ નવી કાર ભેટમાં આપી હતી.