કમ્પાલાઃ યુગાન્ડાના સૌથી અસ્થિર વિસ્તારોમાં એક કારામોજામાં લોકો દુકાળ અને અન્ન કટોકટીનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ સુદાન અને કરેન્યાની વચ્ચે આવેલા કારામોજા ગ્રામ્ય વિસ્તારમાં આશરે 40 ટકા વસ્તી એટલે કે 500,000થી વધુ લોકો ખોરાક વિના ટળવળી રહ્યા છે. લોકો 10 વર્ષમાં સૌથી ખરાબ કુપોષણનો શિકાર બન્યા છે અને ખોરાક વિના બાળકોમાં રોગનું પ્રમાણ વધ્યું છે.
હોર્ન ઓફ આફ્રિકાના વિસ્તકારોમાં ઝળુંબતી દુકાળની પરિસ્થિતિ તેમજ યુક્રેનના યુદ્ધ વિશ્વની નજરમાં હોવાથી કારામોજાની અન્ન કટોકટી અને ભૂખમરા પર ધ્યાન જતું નથી. અંતરિયાળ નોર્થવેસ્ટર્ન સરહદી વિસ્તારમાં લોકો મરવાના વાંકે જીવી રહ્યા છે. બદલાતાં હવામાનની ભીષણ અસરરૂપે કારામોજામાં દુકાળ વર્તાય છે પરંતુ,ગયા વર્ષે લોકો ખરાબ પૂર અને ભૂસ્ખલનોનો શિકાર બન્યા હતા.
માનવતાવાદી એજન્સીઓ અને વિદેશી દાતાઓના તાજા મૂલ્યાંકન અનુસાર આ વિસ્તારમાં આશરે 91,600 બાળકો અને 9,500 સગર્ભા કે નવજાત શિશુની માતાઓ ખરાબ કુપોૌષણનો શળિકાર છે અને તાકીદે સારવારની જરૂરિયાત છે.