કમ્પાલાઃ ઈક્વલ ઓપોર્ચ્યુનિટી કમિશન (EOC)ના ચેરપર્સન મિસ સાફીઆ નાલુલે જુકોએ વંશીય લઘુમતી જૂથોના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે બંધારણમાં 9 વંશીય જૂથોને સામેલ કરવાની જરૂર છે. તેમણે આ માટે 1995ના બંધારણમાં સુધારો કરવાની પણ માગણી કરી હતી.
EOC દ્વારા પ્રસ્તાવિત વંશીય સ્થાનિક જૂથોમાં બેનેટ (ક્વીન ડિસ્ટ્રિક્ટ), બાકિંગ્વે અને બાગાબો(કાસેસે ડિસ્ટ્રિક્ટ), મારાગોલી (કિરિયાન્ડોન્ગો, માસિન્ડી અને હોઈમા ડિસ્ટ્રિક્ટ), હાયા (રાકાઈ ડિસ્ટ્રિક્ટ), બાસેસે, બાગાયા, માસોપિકે, અને મેરુનો સમાવેશ થાય છે. મિસ નાલુલેએ ઉમેર્યું હતું કે આ જૂથોને માન્યતા મળવાથી તેમને સરકારના ઓછી આવક ધરાવનારાને લક્ષ્યાંકિત કરતા પેરિશ ડેવલપમેન્ટ મોડેલ સહિતના એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ્સનો લાભ મળી શકશે. તેમણે કહ્યું હતું કે માન્યતા નહિ ધરાવતા આ જૂથો 1995ના બંધારણમાં માન્યતા મેળવનારા 65 સ્વદેશી સમુદાયોથી અનોખા છે. જોકે આ જૂથોની જાતિઓ માટે લોબિઈંગ કરવાને ભંડોળ મેળવવાની મુશ્કલી છે.